THANKS MAA..

સ્કૂલનો પહેલો દિવસ હોય કે કૉલેજનો..

ઘરેથી નીકળતા પહેલા ‘જય શ્રી કૃષ્ણ‘ કહેતા-કહેતા ઉભરાતા શકનના આંસુ..

પરીક્ષાની આગલી લાંબી રાત સુધી સાથે બેસીને વંચાવે..

મને ઝોંકા આવે તો જાતે વાંચીને સંભળાવે..

ચા-કૉફી તો કહો ત્યારે…

અરે ખાલી ભણવામા નહી..

કંઇ નવી વસ્તુ લાવાની હોય ત્યારે પપ્પાને પટાવવામા…

માર્ક ઓછા આવ્યા હોય ત્યારે બહાના શોધવામા..HELP  કરે..

આ જ બધાયે કદાચ મને આજે આ મકામે હોંચાડ્યો છે!

ખબર નહી પણ એને કેવી રીતે ખબર પડી જાય…

જ્યારે કંઇ મૂડ ખરાબ હોય..

ભૂખ લાગી હોય કે ભૂખ લાગી હોય ને ગુસ્સામા ના પાડતા હોઉ..

જો કોઇ ‘ગમતી’ છોકરીને મળીને આવ્યા હોઉ!

કેટલી ચીંતા, એમ ખીચડી બનાઈ હોય ને એને બહાર જવાનું થાય

તો પાપડ શેકીને ડબ્બામાં ભરીને જાય!

કે ભાઈ આદિતને ખીચડી જોડે પાપડ ભાવે છે!

અને કેવી રીતે ભૂલી શકું..

એની વસ્તું શોધવાની કળા..હુ મારી પોતાની વસ્તુ શોધતો હોય..મે જ મૂકી હોય..

તો ય મારાર્થી પહેલા એને મળી જાય..!!!

યાદ નથી ક્યારેય હાથ ઊપાડ્યો હોય..

પણ એનાથી ય જોરદાર શસ્ત્ર..’બૂમ‘..”આઆઆઆઆદિદિદિતતતતતતતત..”

જો સોસાયટીમા દશ ઘર દૂર હોઉ..તો ય ખબર પડી જાય..કોઇ ‘કાંડ’ પકડાયો છે!!

પણ એની સામે એના ખોળામા માથૂ નાખીને સૂવાનો આનંદ એટલે..એના જેવું બીજુ કઈ નહીં..

‘જય શ્રી કૃષ્ણ’, ‘ખોળો’, ‘કૉફી’,અને Of course…’બૂમ’…આ બધુ રોજ miss થાય છે..

એમ તો હું DAYS મા માનતો નથી..પણ અહીં આવ્યા પછી DAYSનું મૂલ્ય સમઝાયું છે..In Fact, અહી આવ્યા પછી જીવનને સંલગ્ન દરેક વ્યક્તિનું મૂલ્ય સમજાયુ છે..

એમ વિચારતો’તો કવીતા લખીશ..આ બધું દિલમા ચાલતું’તુ તો કંઈ સૂઝ્યું ના..!!

કદાચ હજૂ એના માટે મારે વધારે ઘડાવાની જરુર છે!

(2012 edit: આમીર ખાનનો show ‘સત્યમેવ  જયતે’ શરુ થયો એમાં મારી મમ્મીને બોલાવા જેવી હતી! She always says, “છોકરી તો કેટલા જન્મનાં પુણ્ય પછી મળે, છોકરા તો પાપીઓને મળે! મારા તો નસીબ ફૂટલાં કે બંને છોકરા આયા, એક તો છોકરી આપવી’તી ભગવાન!”)

But these two songs are best descriptions of my feelings towards mother…

Mumma- DUSVIDANIYA (written & composed by Kailash Kher)

Maa- TZP (written by Prasoon Joshi & Composed by Shankar Ehsaan Loy)

HAPPY MOTHER’S DAY!!

– આદિત