રાખડી છે પણ હાથ દૂર પડે છે,
આ બળેવ પર તો જીવ બળે છે!
છે ચૌદ,બધી જાણે હોય સગી,
અમદાવાદથી છેક ઓસ્ટ્રેલીયા લગી!
તો ય અંતરોનું બંધન નડે છે!…આ બળેવ..
અમદાવાદથી છેક ઓસ્ટ્રેલીયા લગી!
તો ય અંતરોનું બંધન નડે છે!…આ બળેવ..
હલવાસન હશે કે સોનપાપડી કે હશે કાજુકતરી?,
બંધાવતા રાખડી, પડે મારી નજર આડકતરી!
યાદ કરતાં જ મો માં લાળ વળે છે!…આ બળેવ..
બંધાવતા રાખડી, પડે મારી નજર આડકતરી!
યાદ કરતાં જ મો માં લાળ વળે છે!…આ બળેવ..
આવશે પાછા એ દિવસો, માનુ છું પાકું,
હશે ભરેલો હાથ ને ચોસલું (મીઠાઈનું) હશે આખું!
ભગવાનને ક્યારેક માણસનું પણ સાંભળવું પડે છે…આ બળેવ..
હશે ભરેલો હાથ ને ચોસલું (મીઠાઈનું) હશે આખું!
ભગવાનને ક્યારેક માણસનું પણ સાંભળવું પડે છે…આ બળેવ..
-આદિત