26th Jan (a.k.a. Republic Day of India)

૬૧ વર્ષ થી ઉજવી રહ્યા છે ને ઉજવતા રહીશું.આજના દિવસને તો world event જાહેર કરવી જોઇયે..દુનિયાના છઠ્ઠા ભાગના લોકો ઉજવે છે ને ૬૧ વર્ષથી ઉજવે છે!

એવી વસ્તુને ઉજવે છે કે જે એના પતનનું મૂળ કારણ રહ્યું છે! બંધારણ (constitution). ચાલશે, ફાવશે ને ભાવશે ને જીવનમંત્ર બનાવી ને ચાલતા લોકો પાસેથી શું આશા રખાય?!૬૧ વર્ષે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ તો ય બંધારણ એ નું એ જ.. અરે! બાપ-દાદાની યાદગીરી જેવું ઘર પણ ૫-૧૦ વર્ષે renovation માંગી લે..જો એવું ને એવું રાખો તો antique ગણાય..લોકોને બતાડવા ચાલે..રહેવા માટે નહી!
હવે તો સૅન્સર બૉર્ડ પણ ફિલ્મોમાં kiss allow કરતું થઈ ગયું છે..અને તો ય આપણે બંધારણમાં સુધારા કરવા તૈયાર નથી.

corruption, population, inflation ને રડતા લોકોએ રસ્તા શોધી લીધા છે..USA, Canada, Australia, NewZeland અને હવે Germany પણ…! ભાગી છૂટવું એ જ ઉપાય..બધા ડાકોરના રાજા રણછોડના ભક્ત એટલે!

હું ય એમાનો એક. પણ ના હું અહીંની જાહો જલાલીથી અંજાયો છું ના ૧ ના ૫૦ની ગણતરીથી.. અંજાયો છું લોકોથી…
અરે! અહીં આવીને ભારત પ્રત્યે અને એને ચલાવતા નેતાઓ વચ્ચે માન જાગે અને લોકો પ્રત્યે એટલો જ ધિક્કાર્! કેવી રીતે આપણો દેશ ચાલે છે? આટલી વસ્તી ને સાચવવી કંઈ નાની વાત નથી! ભલે ગમે એવી સાચવતા હોય પણ ઘણું અઘરુ છે!
Barack Obama ને ભારત મોકલી દઈએ તો એ એક જ અઠવાડીયામાં Depression ની ગોળીયો લેતો થઈ જાય્!

તો પછી આટલા ‘ઉચ્ચ સાંસ્કૃતિક વૈભવ’ ધરાવતા દેશની આવી હાલત કેમ? લોકો…અને માત્ર લોકો..!

પોતાની જાતને Intelligent કહેવડાવતા (Microsoft માં 34% Indians છે bulls#**t!), Independence Day ને દિવસે ફૅસબુકના status માં દેશપ્રેમની નદીઓ વહેવડાવતા ને સવારે ચા સાથે છાપાને ગાળો દેતાં લોકો..ગુલામ ના ગુલામ જ રહેવાના..
આદત જાય નહીં જલદી..અને જો દેશમાં ગુલામી ના ફાવી તો (મારી જેમ) વિદેશમા ગુલામી (I mean ‘job’) કરવા ઉંચા-નીચા થઈ જવાના..પણ બદલવા કે બદલાવાના નહીં!

અહીં આવીને પોતાનો શું બાજુંવાળાનો કચરો ય ફેંકી આવે..અને India માં હોય તો..સરકારે રોજ કચરો ઉઠાવવા આવે એવી વૅનની વ્યવસ્થા કરી હોવા છતાં બાજુંવાળાના ચોકમાં જ નાંખવાનો! (કેટલાક કહેશે, એની ય એક મઝા છે!) વાંક કોનો?
અહીં આઈને દરેક ‘stop’ sign પર ગાડી ઉભી રાખતા સમય ના બગડે અને દેશમાં હોય ત્યારે signal શું ને police શું? ૨૦ની પત્તી દેખાડી એટલે છૂટ્ટા! વાંક કોનો? દેશનો? પોલીસ નો? પોતાનો તો હોય જ ના..આપણે ક્યારેય ભૂલો કરતાં જ નથી, આપણે તો optionમાં જ ના આવીએ!

ભૂલ થઈ ગઈ..હવેથી નહીં કરું..પણ હું એકલો શું કરું?

થાય ને એકલાથી જ થાય..
જેને રોજ અગરબત્તી ને દીવા કરે છે એ કૃષ્ણ આખા ગામની મદદ લેવા થોડી ગયો’તો?
એની આખી ‘ગીતા’ નો એકાદ શ્ર્લોક પણ enough છે..પેલો મોદી ય એકલે હાથે જ લડે છે!

એમ પણ જૂથમાં કરવા જઈયે ને તો નિષ્ફળ જ જવાય! પેલા ડૉક્ટરો એકવાર ગયા’તા લડવા..આરક્ષણ સામે..જૂથમાં..
શું પરિણામ..કશું નહીં..હજું ય રીબાય છે! ભોગવે છે ને નાસે છે..પરદેશ..દેવા કરી કરીને!
‘રંગ દે બસંતી’ માં ય શું થયું India gate પર? લાઠી ચાર્જ…એ તો કુરબાની આપવી પડે..ક્રાંતિ તો લોહીથી સીંચવી પડે..
‘લોકો’ના અહિંસા વાદી વિચારો અપનાવો તો પરિણામ જોઈ જ ચૂક્યા છો..ભોગવી ચૂક્યા છો! જમાનો ગયો એમનો!

શરુઆત ક્યાંથી?

હવે મૂળ મુદ્દો આયો…શરુઆતમાં જ તો કિધું…બંધારણથી..એ જૂના ખંડેર મહેલને તોડી આલીશાન હૉટલ બનાવો..પ્રજાસત્તાક દીન રજાથી નહીં..વિદેશી વડાપ્રધાનને પરેડો દેખાડીને નહીં પણ બંધારણમાં ૨-૩ જરુરી ફેરફાર કરીને ઉજવો..cast system નાબૂદ કરી એવા ફાંકા માર્યા વગર ખરેખર ગરીબને આરક્ષણ આપો, (જો એવું નહીં થાયને તો મને ગળા સુધી ખાતરી છે કે દેશમાં ૫-૧૦ વર્ષમાં માત્ર સરકારી દવાખાનાઓમાં મફતનો પગાર લેતાં, આરક્ષણને લીધે ડૉક્ટર બની ગયેલા, જ ડોક્ટરો હશે..કેમકે બાકી બધા હોશીયાર વિધાર્થીઓ ને તો ઉચ્ચ કક્ષામાં એડમીશન નથી મળતું એટલે વિદેશ દોડી જાય છે!)
કૉર્ટમાં ચાલતા કૅસની priority નક્કી કરો કે જેથી ‘૯૩ ના બૉમ્બ બ્લાસ્ટ વાળાને ‘૦૩ સુધી રાહ ના જોવી પડે! અફસલ ગુરુઓ છૂટી ના જાય ને કસાબ જેવા હરામખોર લોકોને ફાંસીએ ચઢાવવા આખો દેશ તૈયાર હોય છતાં સરકારને લીધે રાહ ના જોયા કરવી પડે!

Donation..ખરાબમાં ખરાબ વસ્તું..બધાને ખબર છે કઈ કૉલેજ કેટલું માંગે છે! અત્યાર સુધી કોઈએ કંઈ કર્યું નથી!
શું કરે કૉલેજ ચલાવનારા બધા મોટા માથા હોય તો! પણ જો એ જ કૉલેજના આગળના વર્ષના લોકો એવું નક્કી કરે કે
આ વર્ષે કોઇ ફી નહીં ભરે…અને issue આગળ જાય ને કૉલેજના સંચાલકોને ખુલ્લા પડાય્!
કે બંધારણીય ફેરફાર કરાય..કે કોઈ પણ નેતા કોઈ પણ પ્રકારની property ચલાવી ના શકે..’દેશના સેવકો’ મર્યાદાઓ નક્કી કરાય..હા, અને એમાં પાછું ‘નેતા અને એમના સંબંધીઓ’ એવું રાખવુ પડે..નહીં તો પાછું ‘આદર્શ નગર’!

જે કોઈ લાંચ માંગે એને જાહેર માં બદનામ કરો..ભલે ને તમારો બાપ હોય! એકવાર આવી અવરચંડાઈ દેખાડીને પછી
બીજીવાર કોઈ઼ **હરી નહીં કરે..૧૦ એક વર્ષ લાગશે..પણ આપણે ક્યાં ઉતાવળ છે?..૨૦૨૦ નો ટાર્ગૅટ સેટ કર્યો છે ને મહાસત્તા બનવા માટે(કોણે?)?

મઝા આયી વાંચવાની? આવે જ ને! ‘NO ONE KILLED JESSICA’ અને ‘રંગ દે બસંતી’ જોવાની ય મઝા જ આઈ’તી..!
પછી શું?
“અલા! જોબ માંથી ઉંચા નથી અવાતું! બહું કામ રહે છે! યુ.એસ. નો client છે..બહું pressure છે!”
– કહું છું ને! ગુલામ ના ગુલામ જ રહેવાના!

અને જો આ કશું ના થાય કે કરવું ના હોય તો simple solution..૨૬મી જન્યુવારી ને હવેથી ‘ગુલામ દિન’ (slave day) કે Moron Day તરીકે ઉજવવાનો ચાલું કરી દો! at least એક રજા તો નક્કી મળશે જ!

-આદિત

આ વીડીયો પર એક નજર નાખી જુઓ…
http://www.youtube.com/watch?v=XmsWVuCmYZ4