ચહેરાની ખોટ છે!

દશેરાની સવારે હાથમાં કંઈ વાગ્યું હોય એની જાણ થાય, પછી ખ્યાલ આવે કે કોઈની સાથે ગરબામાં અથડાતાં વાગ્યું’તુ..પછી યાદ આવે કે કોઈની ચૂદડીની ઘૂઘરી ઝભ્ભામાં ભરાઈ હતી..બન્ને ઉતાવળા હ્તા..એટલે હવે ચહેરો તો યાદ નથી..પછી એના વિચારોમાં બીજી નાનક્ડી ઊંઘ ખેંચાઈ જાય અને વિચાર આવે કે આજે ગરબામાં ચોક્કસ શોધી કાઢીશ..અને ઉઠ્યા પછી ખબર પડે કે આજે તો દશેરા..NO MORE GARBA!

કોઈની લહેરાતી ચૂંદડીની ઘુઘરીની ચોટ છે,
યાદ છે શૃંગાર આખો, ખાલી ચહેરાની ખોટ છે!

મા ઊઠાડીશ ના મને હમણાં,
મારે જોવા છે એના નામનાં શમણાં,
ઓળખી તો લઉં એ કોણ છે?!…  કોઈની..

અરે લાગી છે ચોટ બહારથી,
તો’ય મને દુઃખે દીલમાં સવારથી,
દીલ તો મારું સાવ નિખોટ છે!… કોઈની..

હતો ચૂંદડીનો રંગ એનો રાતો,
તો ય ચહેરો કાં નથી પરખાતો?
આ તો સ્મૃતિનો હઠયોગ છે!… કોઈની..

મળશે એ હવે પાછી ક્યારે,
પાછો અથડાઈશ હું ક્યારે એની હારે,
આ તો દશેરાની બપોર છે…  કોઈની..

ઝુરવાંનો વર્ષ હવે આખું,
પડે કેમ નસીબ તારું સાવ વાંકુ,
‘આદિત’ આ તો નકામો વિયોગ છે…  કોઈની..

-આદિત