નજર લાગે એવું જોવાઇ જશે!

નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?  – સુરેશ દલાલ

***************************************************************************************************

વારેવારે સામે ન આવ તું, નજર લાગે એવું જોવાઇ જશે!
સામેથી આપ ન ભાવ તું, નજર લાગે એવું જોવાઇ જશે!

શું અડી ગયું મને? તારી ચાલ, અદા કે ડ્રૅસની deep cut,
પાલવ કે પછી તારા ગાલને અડતી લાંબી-વાંકડી લટ!
દૂરથી જ કેફ ન પીવડાવ તું, નજર લાગે એવું જોવાઇ જશે!
સામેથી આપ ન ભાવ તું, નજર લાગે એવું જોવાઇ જશે!

ઓળખું છું ચોક્કસ, યાદ કરવા દે, તને જોયેલી છે કશે,
કોને પકડું ને શું dialogue મારું કે તારી ઓળખાણ થશે?
રગે રગે રોમાંચ ન દોડાવ તું, નજર લાગે એવું જોવાઇ જશે!
સામેથી આપ ન ભાવ તું, નજર લાગે એવું જોવાઇ જશે!

પૂછે દોસ્તો સવાલ, ‘કશે કરી આવ્યો છે કંઇ બબાલ?’
બતાઉં ક્યાંથી કે મનમાં ચાલી છે ધાંધલ-ધમાલ!
એમની સામે ‘દાવ’ ન કરાવ તું, નજર લાગે એવું જોવાઇ જશે!
સામેથી આપ ન ભાવ તું, નજર લાગે એવું જોવાઇ જશે!

– આદિત