નહીં મેળ પડે મારો ને તારો!

હું મ્હાલું મધ-દરીયે ને તું ઇચ્છે કીનારો,
છોડને, નહીં મેળ પડે મારો ને તારો!

ગયા GOA ને તમે ન્હાયા ત્યાં ભરપુર,
ચઢ્યું માથું ને જાણે નાકે ઘોડાપુર,
કરું હું A.C. ને ઉપર ચઢે તારો પારો!
છોડને…

પીચ્ચર કે ગાર્ડન, મૉલ કે પાનનો ગલ્લો,
પૂછે કે ‘જવું છે?’ ને મારો હમેશાં ‘ન..NO’!
ઉત્સાહ તને ઘણો ને મને આવે કંટાળો!
છોડને…

આવું ના હું હવે, તારી સાથે કોઇ પ્રસંગે,
બેસું હું ખૂણામાં ને તું પળવાર ના જંપે!
Pose આપી આપી ને કે’ ‘Photo તો પાડો!’
છોડને…

જોડે જોડે ને છતાં કેટલાં જુદાં,
જાણે ગોઠવ્યાં હોય બે ચુંબક ઉંધા..
ધરું હું જમણો ને ડાબો હાથ રે તારો..

એટલે જ પડશે મેળ મારો ને તારો!

-આદિત