તું ફરીવાર મળ તો ખરી!

તને તારાઓ જેટલી બક્કીઓ કરીશ, તું ફરીવાર મળ તો ખરી!
તું વિચારીશ ત્યાં હું જડીશ, તું ફરીવાર મળ તો ખરી!

મમ્મીથી છૂપાવીને, એક ડ્રૉવર માં, રાખી છે બુટ્ટી,
એ તારા કાને રમતી કરીશ, તું ફરીવાર મળ તો ખરી!

મિત્રો મારા માનતા નથી કે કંઇક હતું આપણી વચ્ચે,
પાડીને ફોટો, શક એમનો દૂર કરીશ, તું ફરીવાર મળ તો ખરી!

મોકો નહીં આપે જીવન, વીતેલો પળ માનવાનો ફરી,
તો ય સમય સાથે હું લડીશ, તું ફરીવાર મળ તો ખરી!

શબ્દો મારા જ છે ને મને દગો દેશે તો ય ‘આદિત’,
હું ઇઝહારનો પ્રયત્ન પૂરો કરીશ, તું ફરીવાર મળ તો ખરી!

– આદિત