child selling indian flag
“રુપીયાનો ઝંડો, રુપીયાનો ઝંડો”
રસ્તા પર વેચે એક બાળક ગંદો!
“રુપીયાનો ઝંડો, રુપીયાનો ઝંડો”
રજાને દિવસે માંડ આંખ ઉઘડે,
છોકરાઓ જાય સ્કૂલે, ધ્વજવંદને.
એમની પાછળ દોડે આ લફંગો!
“રુપીયાનો ઝંડો, રુપીયાનો ઝંડો”
આ ઉત્તરાયણે બહું રખડ્યો, લૂંટી-વેચી પતંગો,
ચલાવે આખું ઘર, છોકરો કરે સીઝનલ-ધંધો!
રુપીયાની જવાબદારી ને ભણતરથી પંગો!
“ઓ બેન! રુપીયાનો ઝંડો, રુપીયાનો ઝંડો”
– આદિત
(Image from : http://alok-blogs.blogspot.com/2010_04_01_archive.html)
Like this:
Like Loading...