હાલ આ વનવાસ છે!

હજું તો હાલ આ વનવાસ છે,
આપણી દીવાળીને તો વાર છે!

રામ ગયા સીતાની પાછળ,
હું આવ્યો સરસ્વતીની (લક્ષ્મી પણ કહી શકાય) પાછળ,
આ સ્ત્રીઘેલો સંસાર છે!

કોઇને ફળે કે નડે પોતાના,
કોઇને ફળે કે નડે બાપાના,
કર્મોનો આ જૂનો વ્યવહાર છે!

મોકલી વનવાસ અડધી જીંદગી બગાડી,
આગમન પર કરે દીવા, કહે દીવાળી!
સાવ અણધાર્યો અંદાજ છે!

ધારું કે વનવાસ, વિજય ને પછી થશે વખાણ,
ભાગ્ય વિધાતાના હોવા જોઇએ એ જ લખાણ,
મારા ને રામના જીવનમાં ઘણા પ્રાસ છે!

– આદિત

अपि स्वर्गमयी यु.एस. न मे रोचति धारित । (ધારિત, સ્વર્ગસમુ યુ.એસ. મને એટલું ગમતું નથી)
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसी॑ ॥   (મા, જન્મભૂમી સ્વર્ગથી પણ ચઢિયાતી છે)