આ બળેવ પર તો જીવ બળે છે!

રાખડી છે પણ હાથ દૂર પડે છે,
આ બળેવ  પર તો જીવ બળે છે!

છે ચૌદ,બધી જાણે હોય  સગી,
અમદાવાદથી છેક ઓસ્ટ્રેલીયા લગી!
તો ય અંતરોનું બંધન નડે છે!…આ બળેવ..
હલવાસન હશે કે સોનપાપડી કે હશે કાજુકતરી?,
બંધાવતા રાખડી, પડે મારી નજર આડકતરી!
યાદ કરતાં જ મો માં લાળ વળે છે!…આ બળેવ..
આવશે પાછા એ દિવસો, માનુ છું પાકું,
હશે ભરેલો હાથ ને ચોસલું (મીઠાઈનું) હશે આખું!
ભગવાનને ક્યારેક માણસનું પણ સાંભળવું પડે છે…આ બળેવ..
-આદિત