મોત જીતે છે દર બાજી, બતાવી જતો રહ્યો,
પડે જીવની ધાર કાચી, જતાવી જતો રહ્યો!
મુસ્કુરાતો’તો સદાય, દુ:ખ એને શું હતું?
વેદના એ હોઠ પાછળ દબાવી જતો રહ્યો!
ખોલતો હશે સંમદર આગથી લાગણી તણો,
આંસુઓ રેડીને અગ્નિ બુઝાવી જતો રહ્યો!
પૂછે સૌ કારણ, એની મોતની ચર્ચા હતી,
બોલાવો મુરદા કને, શરત દઈ જતો રહ્યો!
રોવું તો છે ‘આદિત’ ખુદ પોતાની મોત પર,
ગમતાં આ દેહને, શીદને ફગાવી જતો રહ્યો!
– આદિત