ભૂલતા રહેવાનું

એ તો થાય ને થયા કરે,
ભૂલ કરી ને ભૂલતા રહેવાનું!

દોષ નસીબને દઈને ચાલતા રહો,
પળ હોય નાજુક ભલે, માણતા રહો,
સંજોગો ભલે ને કરાવે બધું,
થાય છે બધું મરજીનું, ફાંકો મારતા રહેવાનુ!

તું જ છે પ્રભું જે આપે,
બાકી મળે શું મારા પ્રતાપે!
ખાત્રી છે મંદિરમાં તું નહીં મળે,
મળે પરસાદ જ્યાં લગી, દંડવટ કરતા રહેવાનુ!

એ તો નસીબ સારું કે દુનિયા મળી,
બાકી જોડતો ક્યાં હું પેલી ખૂટતી કળી!
ભલે ને મોક્ષમાં પરમ આનંદ હોય,
૮૪ લાખ મળ્યાં છે ત્યાં સુધી ફરતાં રહેવાનુ!

– આદિત