તારી સેવા કરું છું

રોજ ઉઠીને તારી સેવા કરું છું,
ને દિનભર કામ કેવા-કેવા કરું છું!

પૂરી કરને ઇચ્છાઓ બધી મારી,
રોજ તો હું તને મોંઘા મેવા ધરું છું.

અડાડી દે આંગળી અધવચ્ચે-રસ્તે,
તું ય કામ ‘ચકલા’ જેવા કરું છું!

માંગુ હું મુક્તિ માયામાંથી ક્યારનો,
તોય ફરી-ફરી જન્મ લેવા મરું છું.

કાં’તો દે ભગવા, કાં’તો રાતાં દઈદે, (રાતો = લોહીનો રંગ)
સાવ લાગું નિર્વસ્ત્ર, વસ્ત્રો એવા ધરું છું!

જા.. હવે નથી સંઘરવો તને મારામાં,
કોઈ તૈયાર હો તો તને દેવા મથું છું!

– આદિત