બાંધ-છોડ હોય!(ગઝલ)

ઇચ્છા ભલે હો નાની-અમથી, પણ કમરતોડ હોય!
એક સપનું પૂરું કરવા માંય કેટલી બાંધ-છોડ હોય!
 
કોઇ આખું પુસ્તક લખીને વાત ન સમજાવી શકે,
ને કોઇકની પ્રસ્તાવનામાં જ બધો નીચોડ હોય.
 
કેમ પરણી જતાં હશે લોકો કોઇ રુકમણી સાથે?
વર્ષોથી જેને રાધા સાથે પરણવાના કોડ હોય!
 
દોડે છે બધાં અંધાધૂંધીમાં જેમ-તેમ ‘આદિત’,
જીંદગી વરદાન નહીં પણ જાણે કોઇ હોડ હોય.
 
– આદિત
Advertisements

રુપીયાનો ઝંડો

child selling indian flag
 
 
 
“રુપીયાનો ઝંડો, રુપીયાનો ઝંડો”
રસ્તા પર વેચે એક બાળક ગંદો!
“રુપીયાનો ઝંડો, રુપીયાનો ઝંડો”
 
રજાને દિવસે માંડ આંખ ઉઘડે,
છોકરાઓ જાય સ્કૂલે, ધ્વજવંદને.
એમની પાછળ દોડે આ લફંગો!
“રુપીયાનો ઝંડો, રુપીયાનો ઝંડો”
 
આ ઉત્તરાયણે બહું રખડ્યો, લૂંટી-વેચી પતંગો,
ચલાવે આખું ઘર, છોકરો કરે સીઝનલ-ધંધો!
રુપીયાની જવાબદારી ને ભણતરથી પંગો!
“ઓ બેન! રુપીયાનો ઝંડો, રુપીયાનો ઝંડો”
 
 – આદિત
 
(Image from : http://alok-blogs.blogspot.com/2010_04_01_archive.html)

અછાંદસ

“બહું નાજુક હતી એ વખતે તો હું..shapeમાં પણ ખરી!
પાલખી પર બેસાડીને લાયો’તો મને એ.
જાત ઘસી નાખી મેં, એનો ઘર-સંસાર ‘ઉજળો’ કરવામાં!
તો’ય તરછોડી નાંખી મને એને..બદસુરત પણ કરી..
સાવ તરછોડી નાંખી, એક પળમાં…”

– Toothpaste

– આદિત