મુક્તક

ક્યારેક તોફાની સમંદર હતા,
તો ક્યારેક શાંત કીનારા હતા..
ભલે સાવ સફેદ દેખાય હવે,
કદી ‘જા-ની-વા-લી-પી-ના-રા’ હતા..!!

-આદિત

(જા-ની-વા-લી-પી-ના-રા = V-I-B-G-Y-O-R)

મુક્તક

ચાર પાંદળી ભેગી મળીને થઇ ફૂલ!
એમને સુંદર કેહવાની કરી મે ભૂલ!
પછી તો ભમરા એવા ખીજાયા,
કે દઇ ગયા મળીને મોતની હૂલ!
– આદિત

મુક્તક

લડ્યા ઉજાગરા એક ઝોંકા(nap)ની વાતમાં,
ને પછી કતલ થયું નીંદરનું મધરાતમાં,
તમે એમ ન પૂછો કે આટલી લાલ કેમ?
રક્ત ફેલાયું છે ઊંઘનું ચોફેર, આંખમાં!

-આદિત