નામોશીભરી હારથી સૂરજ ઘણો ગુસ્સો થયો..એણે ‘ઉલ્કા’ ગૅંગને ધરતીની સોપારી આપી. આખી ગૅંગ તૂટી પડી ધરતી પર.
ધરતી એકલે હાથે ઝઝૂમી, લગભગ આખી ગૅંગને સળગાવી મારી, પણ..પોતાના સંતાનોને ના બચાવી શકી..ધરતી-મેઘનો આખો પરીવાર તહેસ-નહેસ..
બહું રડ્યા બન્ને..વર્ષો સુધી..અપાર વેદના..ભગવાનથી પણ આ જોવાયું નહીં.. એટલે એમને ધરતીને વરદાન આપ્યું કે જ્યારે જ્યારે મેઘ એને મળવા આવશે ત્યારે ત્યારે એમને વાદળોનું કવચ મળશે જેથી સૂરજ એમનો પ્રણય જોઈ ના શકે અને કદાચ, એની આગ શાંત પડે..
આટલી કરુણ સ્થિતિથી હેમ અને ચંદુ પણ ધરતી-મેઘના પક્ષમાં જ આવી ગયા..! ફરીથી ધરતી-મેઘના બચ્ચા થયાં..આ બચ્ચા જુંદા હતાં પહેલાં કરતાં..સમજદાર..કદમાં નાના..(હા..એ જ…cute!)
હવે જ્યારે જ્યારે મેઘ ધરતી નું મિલન થાય ત્યારે વાદળોનું કવચ આવી જાય..આ જોઇને સૂરજ ઘણો confuse થાય..સાલું! આ શું?
કેટલીક વાર કવચની ખામીને કારણે સૂરજ મેઘ ને ધરતી નો પ્રણય જોઈ લેતો..છૂપો છૂપો! આ જોઈને ધરતીના છોકરા સૂરજને ચીઢવતાં…નાગો સૂરજ ! નાગો સૂરજ! આથી સૂરજ ઘણો અકળાતો!…આ જરી અમથાં કદના, બચ્ચા મને કંઈ કહી જાય!
પણ શું કરે! હવે બાજી હાથમાં નહોતી!..ના હિમ ના ચંદુ..કોઈ સાથે નહી!
સૂરજે ફરી ચાલાકી વાપરી..ધીરે ધીરે ધરતીના સમજદાર બચ્ચાંઓને ગીફ્ટ્સ આપવા માંડ્યો..ઉર્જા, light, અને vitamin D જેવી કેટલીય વસ્તું આપતો..આ જોઈને ‘સમજદાર’ છોકરા, ‘સ્વાર્થી’ થવા લાગ્યા…
મા-બાપ ના ઉપકારો ભૂલીને સૂરજની help કરવા લાગ્યા..સૂરજે પહેલા તો હોશીયારીથી ધરતીનું શસ્ત્ર(O3 Layer) ભંગાવી નાંખ્યું કે જેનાથી એ એકલે હાથે ઉલ્કાઓ સામે ઝઝૂમી’તી!
સૂરજે બચ્ચાંને ચઢાવ્યા..અને જ્યારે જ્યારે એ મેઘ અને ધરતીનો પ્રણય જુએ ત્યારે ‘નાગો વરસાદ’ ‘નાગો વરસાદ’ કહેવડાવતો! આથી મેઘને ય ઘણી શરમ આવતી..અને એને ધરતી સાથેની મુલાકતો ઘટાડી નાંખી!
ધીરે ધીરે પોતાના દોસ્તમાંથી દુશ્મન બનેલા હીમનો નાશ પણ ધરતીનાં બચ્ચાઓ પાસે જ કરાવ્યો! અને હવે એ પોતાન જીવનનું સૌથી મોટું કામ, ધરતીની હત્યા, પણ એમની પાસેથી જ કરાવી રહ્યો છે!
અને સ્વાર્થી બચ્ચા..હદ વટાવીને મા-બાપના નાશમાં લાગી ગયા છે! પણ એ સમજતાં નથી કે જો માં જશે તો પોતે પણ નાશ થઈ જશે..
સૂરજ તો એનું કામ થશે એટલે હાથ ઉંચા કરી દેશે..!
(માં ને બચાવો! GO GREEN!)
-આદિત