બાંધ-છોડ હોય!(ગઝલ)
ઇચ્છા ભલે હો નાની-અમથી, પણ કમરતોડ હોય! એક સપનું પૂરું કરવા માંય કેટલી બાંધ-છોડ હોય! કોઇ આખું પુસ્તક લખીને વાત ન સમજાવી શકે, ને કોઇકની પ્રસ્તાવનામાં જ બધો નીચોડ હોય. કેમ પરણી જતાં હશે લોકો કોઇ રુકમણી સાથે? વર્ષોથી જેને રાધા સાથે પરણવાના કોડ હોય! દોડે છે બધાં અંધાધૂંધીમાં જેમ-તેમ ‘આદિત’, જીંદગી વરદાન નહીં પણ જાણે કોઇ હોડ હોય. – આદિત
solid…………..
જોરદાર ને ધારદાર રચના આપી છે
અભિનંદન…….
Ohh Jesus……All Hail AAdit……..
કેમ પરણી જતાં હશે લોકો કોઇ રુકમણી સાથે?
વર્ષોથી જેને રાધા સાથે પરણવાના કોડ હોય!
વાહ!
wah wah…
સુંદર!
આ ગઝલની કેટલીક ચોટદાર પંક્તિ… આભાર સાથે અહીં….
http://bestbonding.wordpress.com/2012/11/21/rangin-jindagi/
“ઇચ્છા ભલે હો નાની-અમથી, પણ કમરતોડ હોય!
એક સપનું પૂરું કરવા માંય કેટલી બાંધ-છોડ હોય!”
ઇચ્છા એ જ જીવનનો driving force છે ને !
sachi vaat!