બહું ઊંચે ચઢ્યા પછી, એકાદ પહાડ ઢળતો આવશે!
આશાઓ પરવારે જ્યારે, એકાદ તારો ખરતો આવશે!
ભલે ને તમને લાગે કે ‘શૂન્યમનસ્ક’ છો,
એકાદ વિચાર તો એમ રખડતો આવશે!
‘બધા મરજીવા ગુજરી ગયા’, જાહેર કરો,
પછી જુઓ, મોતી કેવો તરતો આવશે!
એમ કઇ દુનીયા પતી નૈ જવાની ૨૦૧૨માં,
ફરી કોઇ પયગંબર ભ્રમણ કરતો આવશે!
મેં જ સોંપ્યો’તો જીવ મારા પ્રભુને,
થયું, એ બહાને જરા ફરતો આવશે!
– આદિત
The world needs a positive poet of self-born like Aadit, Keep it up man…..
જબરી વાત કરી નાખી !
jabardast!!