વચ્ચે ક્ષિતિજ રહી જાય છે!


જરુર પડ્યે ક્યારેક સાવ ખૂટી પડે સમય,
ને ક્યારેક વિચારોમાં કલાકો વહી જાય છે!

ઉગી ગયું છે બાવળનું ઝાડ ઘર આંગણે,
ને આ ગુલાબનો છોડ નાનો રહી જાય છે!

હંમેશા મારા શબ્દોની ઝંખના રહી તને,
સાંભળ! મારી આંખો ય ઘણું કહી જાય છે!

આ રાતમાં ઘણો પ્રકાશ હોવો જોઈએ,
રોજ સાંજે એ સૂર્યને ગળી જાય છે!

દરરોજ ઊઠે લાગણી ભાગી છૂટવાની ને પછી,
જોઈ દુનિયાના સીમાડા, પાછી વળી જાય છે!

કરે આકાશ લાખ પ્રયત્નો ધરતીને મળવાના,
તો ય ‘આદિત’, વચ્ચે ક્ષિતિજ રહી જાય છે!

-આદિત

3 thoughts on “વચ્ચે ક્ષિતિજ રહી જાય છે!

  1. કરે આકાશ લાખ પ્રયત્નો ધરતીને મળવાના,
    તો ય ‘આદિત’, વચ્ચે ક્ષિતિજ રહી જાય છે!

    સરસ … પ્રયત્ન કરતાં હજુ વધુ સારી રચનાઓ કરી શકશો.. છંદ ઉપર થોડું ધ્યાન આપજો એથી રચનાઓમાં નિખાર આવશે … લખતા રહેજો.

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s