મળી છે તારી કંકોત્રી પણ હું આવી નહી શકું..
કરેલો વાદો (ફરી વા઼ર+) નિભાવી નહી શકૂં!
તૈયારીઓ હશે જોશમા અને જામ્યા હશે રંગ અનેક,
લાગણીઓના આવેશમા હશે ઉત્સાહનો અતિરેક..
એ હરસોલ્લાસમા મુખડું પણ મલકાવી નહી શકું..મળી છે..
અગ્નિ હશે શાક્ષી, ને મળ્યા હશે ચોઘડિયા,
‘ધર્મ’, ‘અર્થ’ અને ‘કામ’ના ફેરા હશો તમે ફરીયા..
‘મોક્ષ’ના ફેરાની વચ્ચે જીજુનો અંગૂઠો દબાવી નહી શકું..મળી છે..
ખાલી ‘અમી’ને નહીં સૌને લાગવાની ખોટ તારી,
ઘર છોડી પોતાનું ચાલી સાસરે, લાડકી અમારી..
એ અશ્રુ ભરેલી આંખોને વહેતી અટકાવી નહી શકું..મળી છે..
હું પણ હવે જાણુ છુ કે ઘણી અઘરી હોય છે વિદાય,
પછી માત્ર સ્મૃતિ, કલ્પના અને યાદોમાં વિહરવાનુ હોય છે સદાય..
એ વાત તને હું શબ્દોમા સમજાવી નહી શકું..મળી છે..
મળે તને બધી ખૂશીઓ, દુઃખ કદી ન મળે,
ઇચ્છાઓ અને ખ્વાહિશો સમય પહેલા ફળે..
ઉભરે છે દુઆઓ દિલથી,સમાવી નહી શકું..મળી છે..
“+ફરીવાર” લખવાનૂ કારણ એક જ કે મે કીધુ’તુ તો પણ હુ એન્ગેજમેન્ટમા પણ નહતો આવી શક્યો!
લગ્ન નિમિત્તે ‘અર્ચિ’ને સપ્રેમ ભેટ
– લગ્ન miss કરતો ‘આદિત’