જોને!


ડરીશના આવતી મુશ્કેલીઓથી, સફળતા પણ આવશે..તું રાહ જોને!

અકળાઇશ ના એ કટુ વેણ થી, એના દિલમા છલકતો પ્યાર જોને!

ભલે લાગે આ જગ શેતાનોથી ભરેલું, તુ ઉપર બેઠેલો પરવરદિગાર જોને!

ન મળે અવાજ શબ્દોમાથી તો કંઇ નહી, તું એ સતત બોલતી નિગાહ જોને!

ના બેસે શાંત કદી એ જ તો મન!, તુ હરપળ અવિરત ઉઠતા સવાલ જોને!

આટલો કર્યો તો હજુ થોડો વધુ, એમાં શું?! ક્યારેક રંગ લાવશે ઇંતઝાર જોને!

ઊંઘે ભલે લોકો ચાલુ ગઝલમા ‘આદિત’, પણ અંતે મળતી તું ‘વાહ!’ જોને!

-આદિત

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s