‘બસ’ – એક હમસફર


સ્ટુડન્ટ્સ,મસ્તી અને મોજ થી ઠસો ઠસ..
એ પૂરપાટે દોડતી આપણી કૉલેજ બસ!

એ રોજ વિન્ડો સીટ પર બેસવાના ભસ્કા..
બાજુમા ગમતી છોકરી બેસાડવાના ચસ્કા..

એ ‘આશીક બનાયા આપને’ માટે ટીચર્સ સાથે બબાલ,
કારણ વગર છેલ્લી સીટ પર થતી રોજની ધમાલ..

સિનિયર-જુનિયરનો ન હોય કોઇ ભેદ,
ખેંચવની હોય જો કોઇની તો થાય બધા એક!

એ બસ ઉભી રખાવા છેલ્લી ઘડીએ કૉલ,
“અલા! ઊમાથી ઉપડી ગઈ,આઈજા મહાવીર હૉલ!”

જતા-આવતા રોજ થાય એ મહી નદી ને પ્રણામ,
ને અનેક માનતાથી જોડાયેલી દરગાહને સલામ!

જીગાભાઇને જોઇને આવે પેયમેન્ટની યાદ,
કઈ બહાનુના મળે તો ‘ફૂલ-બસ’ની ફરિયાદ!

સ્ટૅન્ડ જતુ રહે ત્યા સુધી આદત ઊંઘ ખેંચવાની,
‘સાલા ઉઠાડાય ના!’ કહીને ગાળો દેવાની!

નહતુ એ માત્ર અપ-ડાઉન, હતો જીંદગીનો એક હસીન સફર..
‘આદિત’ હવે તો છૂટી કૉલેજને સાથે છૂટ્યો એ ‘બસ’ નામનો હમસફર!

-આદિત

2 thoughts on “‘બસ’ – એક હમસફર

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s