એમ તો ઘણુબધુ વિચારેલું કે અમેરિકા આવીને આમ કરીશૂં ને તેમ કરીશું..અને ભગવાનની ક્રુપાથી ઘણુ ખરુ થયુ પણ છે..
એક દિવસ રુમ પર હતા ને એક ફ્રેન્ડ કોલેજ થી આયો..ને કે કે અહી ઇન્ડીયન સ્ટ્રીટ મા મસ્ત શેકેલી મકાઇ મળે છે.. અહી જર્સી સીટી એટલે બીજુ ઇન્ડીયા જ સમજી લો..બધુ મલે..અને અહીં એક ઇન્ડીયન સ્ટ્રીટ છે એમા તો ગોર્યા શોધવા અઘરા પડી જાય્..!!
નવા નવા..એટલે જોબ બોબ તો લાગી નો’તી..એટલે નીકળી પડ્યા.એમા સૌથી વધારે મકાઇ ખાવાનો ક્રેઝ તો મને જ હતો..કેમકે ૩ વર્ષથી દાંત મા પીન હતી..એટલે મકાઇ ખાવા મળી ન હતી..સાલુ દાંત તો સરખા થયા પણ ૩ વર્ષમા મોઢાની તો સાવ વાટ જ લાગી ગઇ’તી..દાંત તો જાણે ગાંધીજીના ચેલાની જેમ અહિંસક થઈ ગયા હતા..!!
હા..તો..અમે તો નીકળ્યા..બધા નવા હતા એટલે એક પાડોશીને પૂછ્યુ..કે ઇન્ડીયન સ્ટ્રીટ કેવી રીતે જવાય?..તો કે કે બસ મા જવુ પડે..એમ ચાલતા પણ જવાય.. અડધો કલાક જેવુ થાય..બસમા જાઓ તો૧.૫ ડોલર..ડોલર ની વાત આવે એટલે સીધૂં ૧ નુ ૫૦..ખબર નહી..પણ બધા એવુ જ વીચારે..કે મકાઇ ‘ખાવા જવાના’ ૭૫ (૧.૫ * ૫૦) તો અપાતા હોય!!
ગભરાવાનુ નહીં..અહી નવા નવા આવેલા બધા ઇન્ડિયન્સ ને આ બિમારી લાગે છે..પણ આ બિમારી જેટલી જલ્દી જાય એટલું સારુ..જો બિમારી લાંબી ચાલી,તો અહીં જીવવાનુ અઘરુ પડી જાય..!!
તે ચાલતા ચાલતા નીકળ્યા ને રસ્તા મા એક ફ્રેન્ડ ને સિગરેટ પીવાનૂ મન થયુ..ઇન્ડિયા ની જુની ટેવો છુટે ના ને..!
પાછુ અહીં યુ.એસ.માં તો છુટ્ટી સિગરેટ ના મળે..છૂટ્ટી સિગરેટ વેચવી એ ગુનો છે..પણ આપણા ઈન્ડીયન્સ એને પણ ગણકારતા નથી..કોઇ દેશીના સ્ટોર પર જાઓ તો છૂટ્ટી સિગરેટ પણ મળે..!! ચક દે ઇન્ડીયા!! અને મારો અત્યાર સુધીનો અનુભવ કે છે કે.. અહીં સૌથી વધૂ ખતરો હોય તો એ દેશીઓનો..એ વિષે ફરી ક્યારેક..
તો હા..અમે સિગારેટ લેવા ગયા..એક પેકેટ ૭.૭૫ ડોલર..એમા ૨૦ જ સિગરેટ આવે..(૭.૭૫*૫૦=૩૮૭.૫૦ ની ૨૦ સિગરેટ.. સાલુ! પીધા પછી તો મરવાનુ જ છે.. પણ આ તો પીતા પહેલા જ મારી નાખે..!! તો ફૂંકણીયાઓ યુ.એસ. આવતા પહેલા ચેતજો!!)
પણ મિત્રના બાપા સધ્ધર હતા એટલે એને તો લઈ લીધી..
પણ અહીં કઈ નવુ બન્યુ..બહાર નીકળ્યા એવા જ બે કાળ્યાએ ઇશારો કર્યો ને બોલાયા..
બધાની ફાટી પડી..!!!
બધા ના મન મા ‘હનુમાન ચાલીસા’ ચાલું.. જેને આખી નો’તી આવડતી.. એના મનમા ય ‘ભૂત પિષાચ નીકટ નહી આવે ,મહાવીર જબ નામ સુનાવૈ’.. એ તો ચાલતું હતું જ..એમ પણ દેખાવમા તો કાળ્યાઓ ભૂત-પીસાચ થી ઉતરે એવા નૈ જ..!!
પહેલેથી જ કાળ્યાઓની બીક પેસેલી..અને આજે અનુભવ પણ થશે એવુ લાગતુ હતુ..!!
તો ડેરીંગ કરીને ગયા..પેલાએ એક સિગરેટ માંગી..
તો પેલાએ તરત જ કાઢીને આપી..શુ કરે આપવી જ પડે!! જાન વ્હાલી કે સિગરેટ??!!
બધા ચૂપચાપ નીકળી ગયા.. કદાચ હનુમાન ચાલીસાને લીધે બચ્યા..બાકી કાળ્યાઓ લૂંટ્યા વગર છોડે નહી..
પેલો તો ઘરે પાછો જતો રહ્યો.. ઇન ફેક્ટ્! ઘરે ભાગી ગયો..રસ્તામા અમે એ જ વિચારતા’તા કે આ ફ્રેન્ડ ક્યારેય હવે સિગરેટ નહી ખરીદે!!..બસ વાતો કરતા કરતા પહોંચી ગયા..મકાઇનો ડોડો ખાવા!!
સાલુ કેવુ જબ્બર્!! અહીયા અમેરીકન મકાઇ ના મલે!!..અને આપણા ઇન્ડિયા મા તો ગધેડે ગવાય્!!..અહી દેશી મકાઈ જ મળે!!..પણ એમ તો અહીની દેશી એટલે ફાઈનલી તો ‘અમેરિકન’ જ કે’વાય!
જઈને કીધૂ કે ‘૪ મકાઈ આપો'(“ગુજરાતીમા અનુવાદીત”,આવુ લખવુ પડૅ! નહી તો કેટલાક ડાહ્યાઓને સવાલ થાય, સાલુ ત્યાં પણ ગુજરાતી મા માંગ્યુ!!)..એમ વાંધો નહી..ગુજરાતી તો ઇન્ટનેશનલ લેન્ગવેજ છે..
અહીં એક મોબાઇલ સ્ટોરમા મારો એક મિત્ર મોબાઇલ વિશે બધું પુછતો તો..ગુજ્જુ હતો..ને ઈન્ગ્લિશ બોલવામા લોચા..નવો નવો..એટલે ચાલુ પડી ગયો..થોડીવાર સુધી તો સ્ટોરવાળાએ સાંભળ્યુ..પછી ઝાટકો આપીને કીધુ કે ભાઇ! ગુજરાતીમા જ બોલ ને!!..એટલે જ્! ગુજરાતી તો ઇન્ટનેશનલ લેન્ગવેજ!..આખી દુનિયામા કોઇને કોઇ તો ગુજ્જુ મળી જ જાય..
તો પેલા મકાઇવાળાએ ભાવ કીધો..’૫ ડોલર ઇચ!!’..હે ભગવાન્! ૨૫૦ રુપીયામા તો આખુ ઘર સવાર્-સાંજ મકાઇ નો છીણ ખાઈ જાય્..તો ય વધે ને સવારે કામવાળીને આપવો પડે!!..કંઇ નહી..૨ વર્ષ પછી કમાઈ લઈશૂ..એમ વિચારીને લઈ લીધો..
ત્યા ઉભા ઉભા ખાતા’તા ને પાછળથી અવાજ સંભળાયો..”હાઇજેક”..બાપ રે! બીજો ઝટકો!!
અમેરિકામા આ ટેરરિસ્ટોનો બહુ ત્રાસ..એટલે આપણે તો “હાઇજેક” સંભળાયુ એટલે રુંવાટા ઉભા..!!
પણ તરત જ બીજો અવાજ સંભળાયો..”હે! સેમ!”..
હાશ!..બચ્યા!! એ તો કોઇક “સેમ” એના ફ્રેન્ડ “જેક” ને “હાઇ” કહેતુ તુ!
પછી એમ નક્કી થયુ કે ચાલતા ચાલતા ખાઇએ..અહીંના લોકોને બતાવીએ કે..અમારી પાસે પણ પૈસો છે!
અમેરિકન મકાઈ હોય અને અમેરિકાના ચાર રસ્તા પર ઊભા રહીને ઊંટ ડાળખાં-પાંદડાં ચાવતો હોય એમ જડબું હલાવતાં-હલાવતાં મકાઈ ખાતા હો તો ત્યાં આપણા પર કોઈક પ્રકારનો કેસ થવાનો સંભવ પૂરેપૂરો..
અરે અહીં તો અમેરિકન મકાઈ ધરાઈને ખાધા પછી ‘હો…ઈ….યા….આ…’ એવો ભવ્ય ભારતીય ઓડકાર પણ ન ખાઈ શકાય. મહિનો બે મહિનાની સજા પડે ! જ્યાં ખાધા પછી નિરાંતે ઓડકાર પણ ન ખાઈ શકતા હો તેવા દેશ પર ગૌરવ શા માટે લેવું ? આપણા દેશમાં તો તમે ગમે ત્યાં, ગમે તેનું, ગમે તેટલું ખાઈ જઈ શકો છો. ખાઈને ગમે તેટલા ઓડકાર પણ ખાઈ શકો છો. અને ગમે ત્યાં સૂઈ જઈ શકો છો. મકાઈ ભલે અમેરિકન હોય પણ આપણે ત્યાં તેને ટેસથી ગમે ત્યાં ઊભા-ઊભા, બસમાં બેઠાં-બેઠાં, ફિલ્મ જોતાં-જોતાં, ચકડોળમાં બેઠા-બેઠા કે રામકથા સાંભળતાં સાંભળતાં પણ ખાઈ શકો છો…
કંઇ નહી..મકાઇ તો હજુ ચાલુ નહતી કરી ને પતી ગઈ..વાતો વાતો મા આગળ નીકળી ગયા’તા..હવે આ ખાધેલો ડોડો ક્યા નાખવો એ મુંઝવણ..!!
જાણે ગર્લ ફ્રેન્ડે બર્થ-ડે પ્રેઝન્ટ આપી હોય એમ ખાલી ડોડો હાથમાં લઈને ફરવું પડ્યું…કંઇ નહી..ભાઇ અમેરિકા છે..
એમ પણ જો અમેરિકામાં આ રીતે મકાઈ ખવાઈ ગયા પછી ખાલી ડોડા ગમે ત્યાં ફેંકવામા આવે અને મ્યુનિસિપાલિટી દ્વારા ઉપાડવામાં ન આવે તો ડોડાના ઢગલા થાય અને રોગચાળો ફેલાય. આપણા ઇન્ડિયામા આવું ન બને..કારણ કે આપણે ગમે ત્યાં ફગાવેલા ડોડા મ્યુનિસિપાલિટી ભલે ન ઉપાડે પણ તરત જ જેમના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એવા ગાય માતા, ગધેડું કે બકરી આવી ચડે. તેઓ અમેરિકન મકાઈનો સ્વાદ માણે ! આમ સફાઈની સાંકળ આપો આપ રચાઈ જાય. ધારો કે ગાયમાતા, ગધેડું, બકરી કે કૂતરાં રસ્તા પર ન રઝળતા હોત તો આપણે ત્યાં કચરાના કેટલા મોટા ઢગલા થાત એનો વિચાર કર્યો છે ? હવે તો ગાય રોટલા-રોટલી અને સડેલા શાકભાજી જ નહિ, જનકલ્યાણ અર્થે સાદા અને પ્લાસ્ટિકના કાગળ પણ પચાવી જાય છે. એટલે જ ગાય માતા કહેવાય છે. માતા સિવાય આપણી આટલી કાળજી કોણ લે ? આવો કચરો પચાવીને તે દૂધ આપે છે. ભેંસ આવું ન કરી શકે. ભેંસને તમે એક દિવસ પ્લાસ્ટિકના કાગળ ખવડાવો તો ત્રણ દિવસ દૂધ ન આપે. કરુણાં ક્યાં ? એટલે જ ગાય માતા છે..
આ તો થઈ ઈન્ડિયાની વાત..પણ અમેરિકા પણ કઈ ઓછુ નથી..ઈન્ડિયા આઇને ભલે બધા એન.આર.આઈ. ઓ કે’તા હોય કે
“આપણુ અમ્મ્મ્મ્મેરિકા”!!!..પણ બધા મામુ બનાવે..લોકો આઇને કે કે..અહીં રસ્તા પર થૂંકાય નહીં, કચરો નંખાય નહી.. નહીં તો પોલીસ પકડી જાય્!! મને પણ ત્યારે એવુ જ હતુ..એટલે મકાઇનો ડોડો કશે નાખ્યો નહીં..!! અને છેક ઘર સુધી મકાઇની યાદગીરિ તરીકે લઈ ગયો!!..બાકી ક્યારનો ય રફેદફે થઈ ગયો હોત!!
પણ ટ્ર્સ્ટ મી!! એવુ કશુ નથી!! મારો અત્યાર સુધીનો અનુભવ કહે છે કે બધા ઇન્ડિયા આવીને અમ્મ્મેરિકાની વધારે પડતીવાહ્! વાહ્! કરે..બાકી મેં અહીંના લોકો ને પાન-પડીકી ખાઇને થૂંકતા જોયા છે..એ પણ પોલીસની સામે!! અરે! લોકો જાહેર મા પીપી કરવાનો લ્હાવો પણ ચુકતા નથી..!!
બધે કાગળા કાળા!!
હા..તો ફાઇનલી..અમેરિકામા અમેરિકન મકાઇ ખાવાનુ સપનુ શાકાર થયુ..ઘરે સહી સલામત પહોચી ગયા..ઘરે પેલો સિગરેટ વાલો દોસ્ત તો ઉશિકામા માથૂ નાખીને સુઇ ગયો’તો..શર્મ ના માર્યો કે કર્મના માર્યો!!.. બાકી લાઇફ મા સ્ટ્રગલ તો રેવાની જ્!!
(આ પ્રસંગ ના દરેક પાત્ર-ઘટના કાલ્પનિક છે..)
“મારા અનુભવો” માંથી..
-આદિત