ઇન્ડિયા મા હતો ત્યારે..
એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.. –બકુલ ત્રિપાઠી
યુ.એસ. મા આવ્યા પછી..
“એ જ ઝરમર વરસાદ છે ને રસ્તો એ શાંત છે..
પણ હવે,
હાથ મા છત્રી ને સાથમા એકાંત છે..” –આદિત શાહ