જ્યારે કોઇનુ દિલ ટુટે છે ત્યારે એ એના મિત્ર ને પોતાની આપવીતી કેવી રીતે કહે છે…!એ આ કવિતા મા દર્શાવવાની કોશિશ કરી છે.. આશા છે તમને આ ક્રુતિ ગમશે.. આભાર…
તોડ્યો તે નાતો, હવે સપના મા આવીને હેરાન કોન કરશે?
થોડો સામાન પડ્યો છે તારી પાસે, ક્યારે પાછો મળશે?
એ પ્રવાસ મા તો આખુ આયખુ જીવી નાખ્યુ હતુ…
હવે આ જીવન ના પ્રવાસમા કોનો સાથ મળશે?
મારો નવો રેઈનકોટ તે પહેરીને ભીંજવી નાખ્યો હતો…
હવે એ ‘કોરો‘ રેઈનકોટ કોના તને ચઢશે?
કશું પણ જોયા વગર બોમ્બે થી પૂણે ના કેટલા ધક્કા ખાધા‘તા,
એ આતુરતા નુ ફળ કેટલા વર્ષે મળશે?
‘હુ ખુશ છું!‘ કહીને એક ‘ઈ-મેલ‘ મા કામ પતાવી દીધું,
પણ હુ ખુશ છુ?! એનો ઉત્તર ક્યારે મળશે?
હા, સંજોગો એ દગો દીધો છે એ વાત હું પન માનુ છું ‘આદિત’,
પણ આ ખુદા ની ‘નાઈન્સાફી‘ ની ફરિયાદ કોન કરશે?
–આદિત
arrey jordar, koi no class nahi..bahu madak kavita che..great work buddy..!
hey nice poem dude! sache koi no class nai ! mast che !
Thanks
આ રીતે જ બિરદાવતા રહો તો અમને પ્રેરણા મળતી રહેશે..