ક્યારેક તોફાની સમંદર હતા,
તો ક્યારેક શાંત કીનારા હતા..
ભલે સાવ સફેદ દેખાય હવે,
કદી ‘જાનીવાલીપીનારા’ હતા..!!
-આદિત
ક્યારેક તોફાની સમંદર હતા,
તો ક્યારેક શાંત કીનારા હતા..
ભલે સાવ સફેદ દેખાય હવે,
કદી ‘જાનીવાલીપીનારા’ હતા..!!
-આદિત
ચાર પાંદળી ભેગી મળીને થઇ ફૂલ!
એમને સુંદર કેહવાની કરી મે ભૂલ!
પછી તો ભમરા એવા ખીજાયા,
કે દઇ ગયા મળીને મોતની હૂલ!
- આદિત
લડ્યા ઉજાગરા એક ઝોંકા(nap)ની વાતમાં,
ને પછી કતલ થયું નીંદરનું મધરાતમાં,
તમે એમ ન પૂછો કે આટલી લાલ કેમ?
રક્ત ફેલાયું છે ઊંઘનું ચોફેર, આંખમાં!
-આદિત
સાક્ષી હતા ઘણા તો કોરટમાં ચકાસ થઇ!
મૃગજળના ખોવાયા પછી રણની તપાસ થઇ!
કેવો હતો અમર, પ્રેમ એ બે વચ્ચે,
થઇ બંધનોની શરુવાત, ત્યારથી રકાસ થઇ!
કેવી હશે તડપ કે ભડભડ બળતી રહી,
પાણીને મળ્યા પછી જ અગ્ની ખલાસ થઈ!
કુંવારી રહી આજીવન, તો ચર્ચાયું હશે બધે,
કાન્હો ગયો તો નિષ્ફળ કે રાધા નપાસ થઇ?
ઉમંગોની અડફેટમાં આવી જવાયું તો ઠીક,
ફરી ન બને રંગીન, જો જીંદગી હતાશ થઈ!
- આદિત
મુલાકાત માં જરાક સ્મીત ઉમેરીશ તો બૌ,
ચર્ચામાં એકાદ ઇશારો ઉમેરીશ તો બૌ!
યાદ રાખવો કંઇ અઘરો નથી હું,
મરણ આગળ ‘સ’ અડધો ઉમેરીશ તો બૌ!
- આદિત
ચૂસી ગયો ભમરો બધી, મહેક કળી માહી ખૂટી પડી!
ઇમારતો બધી, ઇચ્છી-ચણી-વાપરી-ચાહી, તૂટી પડી!
દઇ દીધું હોત સઘળું જરાક વહેલું માંગ્યું હોત તો,
ખરા વખતે દરબારની ભલમણશાહી ખૂટી પડી !
ચાલ્યો પુણ્યો સાથે તો સ્વર્ગ દેખાયું કશે આગળ,
ખુદાના સ્પર્શથી, પાપની જવાબદારી છૂટી પડી!
શોર કેટલો કરી નાખ્યો છે જગે આખાએ જગમાં,
બેઠો બાકડે બે ઘડી, એકાંતની વિરાની ખૂટી પડી!
ચીતર્યું છે આખું આકાશ અમે અંધકારથી ‘આદિત’,
બસ ખાલી ચાંદ-તારા જેટલી શ્યાહી ખૂટી પડી !
- આદિત
પ્રયત્ન ન કર! પ્રેમ એમ લાગણીથી મપાશે નહી!
ને મારા વગર તારાથી એમ જિંદગી કપાશે નહી!
યાદ કરીશને જો હું તને તડપતા દિલથી તો
તારી હેડકી એમ સાત ઘુંટડાથી ય સમાશે નહી!
-આદિત
એ તો કદર છે તારા પ્રેમની,
બાકી આ દરીયાને ઘણી નદીઓ મળે છે!
કોઇ એક રીત હોય તો અજમાઉ,
પ્રેમમાં એમ ભા-ગુ-સ-બા કયાં લાગું પડે છે?
-આદિત
મોત જીતે છે દર બાજી, બતાવી જતો રહ્યો,
પડે જીવની ધાર કાચી, જતાવી જતો રહ્યો!
મુસ્કુરાતો’તો સદાય, દુ:ખ એને શું હતું?
વેદના એ હોઠ પાછળ દબાવી જતો રહ્યો!
ખોલતો હશે સંમદર આગથી લાગણી તણો,
આંસુઓ રેડીને અગ્નિ બુઝાવી જતો રહ્યો!
પૂછે સૌ કારણ, એની મોતની ચર્ચા હતી,
બોલાવો મુરદા કને, શરત દઈ જતો રહ્યો!
રોવું તો છે ‘આદિત’ ખુદ પોતાની મોત પર,
ગમતાં આ દેહને, શીદને ફગાવી જતો રહ્યો!
- આદિત